GPSC STI Recruitment 2024: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ 300 સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (STI) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. અરજી પ્રક્રિયા, જે ઓનલાઈન હાથ ધરવામાં આવી છે, અરજીના ફોર્મ ભરવાની પ્રક્રિયા 12 ઓગસ્ટ, 2024 ના રોજ શરૂ થઈ છે અને 31 ઓગસ્ટ, 2024 સુધી અરજી ફોર્મ ભરી શકાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર GPSC વેબસાઈટ દ્વારા અરજી કરી શકે છે.
GPSC STI Recruitment 2024 | Gujarat Public Service Commission State Tax Inspector Recruitment 2024
સંસ્થા | જાહેર સેવા આયોગ |
છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
અરજી માધ્યમ | ઓનલાઈન |
વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
ખાલી જગ્યા:
રાજ્ય કર નિરીક્ષકની ભૂમિકા માટેની 300 ખાલી જગ્યાઓ જનરલ, EWS, SEBC, SC અને ST સહિત વિવિધ શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે. આ પૈકી 100 જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. ખાલી જગ્યાઓનો સૌથી મોટો હિસ્સો 133 જગ્યાઓ સાથે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે રાખવામાં આવેલ છે.
લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે, ઉમેદવારો ભારતીય નાગરિક હોવા જરૂરી છે, જેમાં ભૂટાન, નેપાળ અને તિબેટીયન શરણાર્થીઓ પણ અરજી કરી શકે છે. અરજી કરવા માટે વયમર્યાદા ઓછાંમાં ઓછી 20 થી વધુમાં વધુ 35 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે, જેમાં વિવિધ આરક્ષિત કેટેગરી માટે વય છૂટછાટ રાખવામાં આવી છે. વધુમાં, શેક્ષણિક લાયકાતની વાત કરીએ તો અરજદારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી ધરાવવી જોઈએ અને કોમ્પ્યુટરની આવડત , તેમજ ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષામાં લખતા વાંચતા આવડતું હોવું જોઈએ.
પગારધોરણ:
જાહેર સેવા આયોગની આ ભરતીમાં સફળ ઉમેદવારોને સેવાના પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ રૂપિયા 49,600 નો ફિક્સ પગાર ચુકવવામાં આવશે. વધુ વિગતો અને આધિકારિક જાહેરાત GPSCની વેબસાઈટ પર જોઈ શકાય છે.
અરજી પ્રક્રિયા:
આ ભરતીમાં અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારોએ GPSC ઓફિશ્યિલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અને જો તેઓએ પહેલાથી રજિસ્ટ્રેશ ન કર્યું હોય તો વન-ટાઇમ રજિસ્ટ્રેશન (OTR) પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તેઓએ અરજી ફોર્મ ભરવાનું રહેશે તેમજ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને અરજી ફી ચુકવવાની રહેશે. પસંદગી પ્રક્રિયામાં ડિસેમ્બર 2024માં પ્રારંભિક કસોટી, ત્યારબાદ મે 2025માં મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સત્તવાર વેબસાઈટ | અહીંથી જુઓ |
ગુજ્જુ માહિતી હોમપેજ | અહીંથી જુઓ |