[I Khedut] ખેડૂત મોબાઈલ સહાય યોજના, ખેડૂતોને મળશે રૂ 6000 ની સહાય

You are searching for i khedut mobile sahay yojana? શું તમે ખેડૂત મોબાઈલ સહાય યોજના વિશે માહિતી શોધી રહ્યા છો? અહીંથી તમને I Khedut મોબાઈલ સહાય યોજના ની સંપૂર્ણ માહિતી મળી જશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના: ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.

i khedut mobile sahay yojana નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કેટલી સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

About of i khedut mobile sahay yojana

ખેડૂતો smartphone ઉપયોગ દ્વારા ખેતી વિષયક માટે ફોટોગ્રાફ્સ, ઈ-મેઈલ, SMS તથા વીડિયોની આપલે કરી શકે છે. જેનાથી રાજ્યના ખેડૂતો વધુ માહિતીસભર થશે. જેને ધ્યાને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો ડિજિટલ કેમેરા, મલ્ટી મીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેકટીવિટી વગેરે સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના હાઈલાઈટ

યોજનાનું નામ ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023
ભાષા ગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશ રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે
સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સુધી સહાય
આ બન્નેમાંથી જે ઓછું હોય તે
લાભાર્થી રાજ્યના ખેડૂતો
સહાય રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો
રૂ.6000/- સુધીની સહાય અથવા
ખરીદ કિંમત પર 40 % સુધી સહાય.
ઓફિશીયલ વેબસાઈટ Ikhedut Gujarat
અરજી કરવા માટેની તારીખ 15/05/2023 થી ઓનલાઈન ચાલુ
ઓનલાઈન અરજી કરવા માટેની Direct Link Ikhedut Portal Direct Link

ખેડૂત મોબાઈલ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા

રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન પર ખરીદી પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
  • સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
  •  આ સહાય ફક્ત સ્માર્ટફોન લની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.

આ પણ વાંચો, ખેડૂતોને મળશે નુકશાની સહાય 2023

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી. જે હવે 40 % સહાય મળશે.

● ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે.

● ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.

● દા.ત. કોઈ ખેડૂત 8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3200 ની સહાય મળશે.

● અથવા કોઈ ખેડૂત રૂ.16,000/- ની કિંમતનો SmartPhone ખરીદે તો 40% લેખે રૂ.6400/- થાય પરંતુ નિયમોનુસાર રૂ.6000/- ની સહાય મળવાપાત્ર થશે.

● આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે.

● સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.

ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Krushi ane Sahkar Vibhag દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

  •  આધાર કાર્ડ ની નકલ
  •  બેંક ખાતાની નકલ
  •  મોબાઇલનું IMEI નંબર
  •  7 12 8 ની નકલો
  •  સ્માર્ટફોન ખરીદી જ્યાંથી કરી હોય તે દુકાનદાર પાસેથી જીએસટી નંબર ધરાવતું અસલ બિલ રજુ કરવાનું રહેશે.

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખરીદીના નિયમો

ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય યોજનાના લાભ લેવા માટે ફોન નિયમો બનાવેલા છે જેને તમારે પાલન કરનાર જ ખેડૂતો ને સહાય આપવામાં આવે છે. જે સહાય મેળવવા માટેના નિયમો નીચે મુજબ છે.
  • જે ખેડૂતને આ યોજનાનો લાભ લેવો હોય તો તેને સૌ પ્રથમ ઇ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે.
  • ઓનલાઈન અરજી થયા બાદ તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે તે તમને એસએમએસ અથવા ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે.
  • જો તમે મોબાઇલ સહાય યોજનાની સહાયમાં પસંદગી થાય તો તમારે મોબાઈલની 15 દિવસમાં ખરીદી કરવાની રહે છે.
  • અને મેતો સમયમાં સ્માર્ટફોન ની ખરીદી થયા બાદ લાભાર્થી એટલે ખેડૂતે અરજી પત્રકમાં સહી કરવાની રહે છે સહી કરેલ કાગળ ની પ્રિન્ટ કઢાવી તમારે ડોક્યુમેન્ટ સાથે ગ્રામ સેવક અથવા તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરાવવાનું રહેશે.
  • આ યોજના અમલમાં આવ્યા બાદ તેમના નિયત સમયમાં તમારા મોબાઇલ ફોનનું બિલ રજૂ કરવાનું હોય છે.

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ.

Important Links

Official ikhedut Website Click Here
જાહેરાત વાંચો Click Here
Print Application Click Here
Application Status Click Here
Home Page Click Here

FAQs of Ikhedut Mobile Sahay Yojana

ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ કેટલી સહાય મળે?

નવા સુધારા મુજબ ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 40℅ સુધી સહાય આપવામાં આવશે. અથવા રૂપિયા 6000 સુધી સહાય મળશે. આ બે પૈકી જે ઓછું હશે તે લાભ મળશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના નો લાભ લેવા કઈ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું?

આ યોજના નો લાભ લેવા https://ikhedut.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરવું

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ખેડૂત મોબાઈલ સહાય યોજના। i khedut mobile sahay yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Hiren Ahir
Contact Email : gujjumahiti3311@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujjumahiti.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment