Indian Bank Recruitment 2024: ઈન્ડિયન બેંક જે જાહેર ક્ષેત્ર એક ખુબજ પ્રસિદ્ધ અને અગ્રણી બેંકે 2024 માટેની નવી ભરતીની જાહેરાત કરી દીધી છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં બંમ્પર ભરતીમાં કુલ 300 જેટલી જગ્યાઓ ખાલી છે. સિલેક્શન પામેલ ઉમેદવારોને તેઓ જે રાજ્ય માટે અરજી કરશે ત્યાં નોકરીનું પોસ્ટિંગ આપવામાં આવશે, અને તેમની પાસે જે તે રાજ્યની જરૂરી ભાષા લખતા અને વાંચતા આવડતી હોવી જોઈએ અને તેની સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.
Indian Bank Recruitment 2024 । ઈન્ડિયન બેંક ભરતી 2024
સંસ્થા | ઇન્ડિયન બેંક |
છેલ્લી તારીખ | 02 સપ્ટેમ્બર 2024 |
અરજી માધ્યમ | ઓનલાઈન |
વેબસાઈટ | https://www.indianbank.in/ |
મહત્વની તારીખ:
ઇન્ડિયન બેંકની આ ભરતીમાં સંપૂર્ણ અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે અને આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 13 ઓગસ્ટ,2024થી થઇ ચુકી છે અને અરજી કરવાની પ્રક્રિયા 02 સપ્ટેમ્બર 2024 સુધી ચાલુ રહેશે.
ખાલી જગ્યાઓ:
ઇન્ડિયન બેંકની ભરતી પ્રક્રિયામાં વિવિધ રાજ્યોમાં વિતરિત 300 ખાલી જગ્યાઓ સમાવેશ થાય છે, રાજ્યની વિગતવાર ખાલી જગ્યા જોઈએ તો તમિલનાડુ/પુડુચેરીમાં 160, કર્ણાટકમાં 35, આંધ્રપ્રદેશ/તેલંગાણામાં 50, મહારાષ્ટ્રમાં 40, અને ગુજરાત માં 15 જગ્યાઓ ખાલી છે. ઉમેદવારોએ તે રાજ્ય માટે અરજી કરવી જોઈએ જ્યાં તેઓ કામ કરવા માગે છે.
વય મર્યાદા:
આ ભરતીમાં અરજી કરતી વખતે 01 જુલાઈ 2024 ના રોજ ઉમેદવારો માટેની વય મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષથી વધુમાં વધુ 30 વર્ષની વચ્ચે રાખવામાં આવેલ છે. સરકારના ધોરણો મુજબ નિયત કેટેગરીના ઉમેદવારોને વયમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. કઈ કેટેગરીના ઉમેદવારોને વયમાં કેટલી છૂટ મળશે એની વાત કરીએ તો SC/ST ઉમેદવારો માટે 5 વર્ષ, OBC (નોન-ક્રિમી લેયર) ઉમેદવારો માટે 3 વર્ષ, 10 વર્ષ બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે અને ભૂતપૂર્વ સૈનિકો અને અન્ય શ્રેણીઓ માટે 5 વર્ષ સુધીની રાહત મળવાપાત્ર રહેશે.
શૈક્ષણિક લાયકાત:
ઇન્ડિયન બેંક સ્થાનિક બેંક ઓફિસર (સ્કેલ-1)ના પદ માટે અરજી કરવા માટે અરજદારોએ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જરૂરી છે. વધુમાં તમને જણાવી દઈએ કે ડિગ્રી ભારત સરકાર દ્વારા માન્ય હોવી આવશ્યક છે, અને ઉમેદવારો પાસે અરજી સમયે માન્ય માર્કશીટ અથવા ડિગ્રી પ્રમાણપત્રો હોવા જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીની પસંદગી પ્રક્રિયામાં છેલ્લી તારીખ સુધી જેટલા પણ ફોર્મ આવશે તેમની લાયકાત ધરાવતા ઉમેદવારોને શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ લેખિત/ઓનલાઈન પરીક્ષા અને પછી ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષા જો હાથ ધરવામાં આવે તો, રિઝનિંગ અને કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ, જનરલ/ઈકોનોમી/બેંકિંગ અવેરનેસ, અંગ્રેજી ભાષા અને ડેટા વિશ્લેષણ અને અર્થઘટન જેવા વિષયોને પરીક્ષા પેપરમાં સમાવેશ કરવામાં આવશે. અંતિમ પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુમાં મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે.
અરજી ફી:
બેન્કિંગ વિભાગની આ ભરતીમાં સામાન્ય અને OBC ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 1,000 તથા SC/ST/PwBD ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 175 રાખવામાં આવેલ છે.
અરજી પ્રક્રિયા:
ઇન્ડિયન બેંકની આ ભરતીમાં સફળતાપૂર્વક અરજી કરવા માટે, ઉમેદવારોએ નીચે આપેલ સ્ટેપને ફોલો કરવાના રહેશે.
- અરજી કરવા માટે સૌથી પહેલા તમારે ભારતીય બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અને ત્યાં તમે કારકિર્દી એટલે કે કરિયરની વિભાગ જોવા મળશે એના ઉપર જાઓ.
- હવે તમારી સામે “સ્થાનિક બેંક અધિકારીઓની ભરતી – 2024” પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરો.
- રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં તમામ જરૂરી વિગતો સાચી ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી સબમિટ કરો.
- હવે આપેલા પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને તમારી જે કેટેગરી છે એ અનુસાર અરજી ફી ઓનલાઇન માધ્યમથી ચૂકવો.
- ભવિષ્યમાં લેખિત પરીક્ષા સમયે અથવા ઇન્ટરવ્યૂ સમયે કામ લાગે તે માટે ચુકવેલ અરજી ફીની રસીદ અને ભરેલ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટ કાઢી લો.
આ પણ વાંચો – ગુજરાત જાહેર સેવા આયોગમાં 300+ જગ્યાઓ પર નવી ભરતી જાહેર
સત્તવાર વેબસાઈટ | અહીંથી જુઓ |
ગુજ્જુ માહિતી હોમપેજ | અહીંથી જુઓ |